પૂછો ડોક્ટરને....
English

અમારા વિષે

અમારા વિષે...



અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ એ 75 બેડની અત્યાધુનિક સુવિધાયુક્ત આઈ.એસ ઓ. 9001:2008 સર્ટિફાઈડ હૉસ્પિટલ છે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ, નવજાત શિશુ સારવાર, મેડીસીન, જનરલ સર્જરી, ઓપ્થેલ્મોલોજી, દાઝેલાંની સારવાર અને પ્લસ્ટીક સર્જરી, યુરોલોજી, કેન્સર સર્જરી, પીડીયાટ્રીક સર્જરી, હીમેટોલોજી અને બ્લડ કેન્સરની સારવાર, ગેસ્ટ્રો એન્ટ્રોલોજી, ઈ.એન. ટી, અને ડર્મેટોલોજીના વિભાગોમાં અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર આપી રહી છે.

અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ અમદાવાદથી 120 કિ. મી.ના અંતરે ઉત્તર ગુજરાતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં અરવલ્લીના ખોળે આવેલા ખેરાલુમાં આવેલી છે. આ વિસ્તાર મહદંશે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. મોટા ભાગના લોકો મર્યાદિત આવકવાળા અને સામાજિક અને શૈક્ષણિક રીતે હજુ પાછળ છે. ગરીબી રેખા નીચે જીવતા અને પર્વતીય વિસ્તારમાં રહેતાં લોકો અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો નિયમિત લાભ લઈ રહ્યા છે. ઓછા અને નિયત કરેલા ખર્ચમાં તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર મળી રહે તે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ છે. 1994માં ફક્ત 4 બેડની પ્રાથમિક સુવિધાથી શરૂ કરાયેલું એક પ્રસૂતિ નર્સિંગ હોમ 18 વર્ષ પછી એક મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો ઈતિહાસ વર્ષે 3000 થી પણ વધુ સુરક્ષિત પ્રસૂતિઓ અને કુલ 45000 થી પણ વધુ પ્રસૂતિઓથી સુશોભિત છે. છેલ્લી 15000 પ્રસૂતિઓમાં એક પણ માતૃમરણ ન થયું હોય તે ઉપલબ્ધી સૌ કોઈ માટે ગૌરવ સમાન છે. નવજાત શિશુમરણ દર પણ છેલ્લા ચાર વર્ષથી સતત 20 થી પણ નીચે રહ્યો છે તે આ હૉસ્પિટલમાં અપાતી ઉત્તમ પ્રકારની સેવાની શાખ પૂરે છે. અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં કાર્યરત ડૉક્ટરો અને પેરામેડીકલ સ્ટાફનાં ટીમવર્ક, કુનેહ, આવડત, નિષ્ઠા, અનુભવ અને માનવતાસભર સારવાર વિના આ સ્વપ્ન ક્યારેય સાકર ના થયું હોત !.

વર્ષોથી આપેલી સાતત્યપૂર્ણ સેવાઓને સૌએ આશીર્વાદપૂર્વક વધાવી લીધી અને આ હૉસ્પિટલનો વિસ્તાર વધતો જ ગયો. સ્ત્રી અને પ્રસૂતિ સંબંધિત સેવાઓથી જેની શરૂઆત થઈ હતી તે આજે મેડીકલ ક્ષેત્રના તમામ વિષયની સ્પેશિયાલીટી અને સુપર સ્પેશિયાલીટી સેવાઓ આપવા કટીબદ્ધ છે. અમદાવાદ, મહેસાણા અને વિસનગર જેવાં મોટાં શહેરોમાંથી સુપર સ્પેશિયાલીસ્ટ ડોક્ટરો ખેરાલુમાં આવીને સૌને ઘર આંગણે ઉત્તમ સેવા આપી રહ્યા છે તે ઈશ્વરના આશીર્વાદ સમાન છે.

— Latest Testimonials

Choose your Style

Predefined Colors:

* You can use Unlimited Colors

Background Patterns:

* Only for Boxed Layout

Top Row Patterns:

* Only for Boxed Layout

Background Images:

  • Background Image 1
  • Background Image 2
  • Background Image 3
  • Background Image 4
  • Background Image 5
  • Background Image 6
  • Background Image 7
  • Background Image 8
* Only for Boxed Layout