મુખ્યમંત્રી અમૃતમ ( મા ) યોજના

માનવ જીવન અમૂલ્ય છે. સ્ત્રી રોગ અને પ્રસૂતિના વિષયમાં અનેક મહારથ હાંસલ કરી ચૂકેલી અલકા હૉસ્પિટલ હવે મેડીકલના તમામ ક્ષેત્રે ઉચ્ચ કોટીની સારવાર આપી શકે તેવી મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ બની ચૂકી છે. વિવિધ પ્રકારની ગંભીર બિમારીઓનો ઈલાજ ઘર આંગણે નજીવા દરે અથવા વિના મૂલ્યે મળી રહે તે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ, ખેરાલુનો મુખ્ય ઉદ્દેશ છે. અમદાવાદની સ્ટર્લિંગ, એપોલો, શેલ્બી, મેડીસર્જ અને મહેસાણાની લાયન્સ હૉસ્પિટલ જેવી ખ્યાતનામ હૉસ્પિટલોના સુપરસ્પેશિયાલીસ્ટ ડોક્ટરશ્રીઓ દ્વારા આ મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં વિવિધ વિભાગોની સેવાઓ અપાશે.
અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ, ખેરાલુમાં ગાયનેક વિભાગ ઉપરાંત નવજાત શિશુ સારવાર વિભાગ, મેડીસીન અને હાર્ટકેર વિભાગ, આંખોનો વિભાગ, કીડની-પથરી-પ્રોસ્ટેટ્ના રોગોની સારવાર માટે યુરોલોજી વિભાગ, દાઝેલાં દર્દીની સારવાર અને અન્ય પ્લાસ્ટીક સર્જરી માટે બર્ન્સ અને પ્લાસ્ટીક સર્જરી વિભાગ, તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે કેન્સર સર્જરી વિભાગ, બાળકોની સર્જરી માટે પીડીયાટ્રીક સર્જરી વિભાગ, લોહીના રોગો અને બ્લડ કેન્સરની સારવાર માટે હીમેટો-ઓન્કોલોજી વિભાગ, પેટ-લીવર-આંતરડાની સારવાર માટે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગ, હાડકાંના રોગોની સારવાર માટે ઓર્થોપેડીક વિભાગ, એપેન્ડીક્સ- પિત્તાશય અને પેટની દૂરબીનથી સારવાર માટે જનરલ સર્જરી વિભાગ, નાક-કાન-ગળાના દૂરબીનથી ઑપરેશનો માટે ઈ. એન. ટી વિભાગ અને ચામડીના રોગોની સારવાર માટે ડર્મેટોલોજી વિભાગો કાર્યરત છે.
સમગ્ર મહેસાણા જિલ્લામાં એક માત્ર અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ, ખેરાલુ ખાતે મુખ્યમંત્રી અમૃતમ ( મા ) યોજનાનો પહેલી મે ના રોજ શુભારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી અમૃતમ ( મા ) યોજના અંતર્ગત મા યોજના કાર્ડધારક બી પી એલ લાભાર્થીઓને સાત પ્રકારની ગંભીર બિમારીઓ માટે આ સુપર સ્પેશિયાલીટી સેવાઓ વિના મૂલ્યે મળી રહેશે. કીડનીના ગંભીર રોગો, નવજાત શિશુ અને બાળકોની ગંભીર બીમારીઓ, ગંભીર આકસ્મિક ઈજાઓ ( પોલીટ્રોમા ), દાઝેલા દર્દીઓની સારવાર, કેન્સરનાં ઓપરેશનો અને કીમોથેરાપીની સારવાર, અને હૃદયના ગંભીર રોગોની સારવાર અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ, ખેરાલુ ખાતે વિના મૂલ્યે મળી રહેશે. આવા ગંભીર રોગોની સારવાર લેવા માટે સામાન્ય રીતે અમદાવાદ જેવા શહેર સુધી લાંબા થવું પડે છે. સિવિલ હૉસ્પિટલોમાં આવા ગંભીર દર્દીઓની સારવાર માટે લાંબો સમય રાહ જોવી પડે છે અને કોર્પોરેટ હૉસ્પિટલોમાં આવી સારવાર ખૂબ જ મોંઘી પડે છે. આવા ગંભીર દર્દીઓની બે લાખ સુધીની સારવાર વિના મુલ્યે ઘર આંગણે મળી રહે તેવી માનવતાસભર વિચારણા મુખ્યમંત્રી અમૃતમ ( મા) યોજનામાં કરવામાં આવી છે. અમદાવાદની અને મહેસાણાની ખ્યાતનામ હૉપિટલોમાં સેવા આપતા દિગ્ગજ સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટરશ્રીઓની સેવા ઘેર બેઠે મળી રહે તેવું આયોજન અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ, ખેરાલુ ખાતે આકાર લઈ ચૂક્યું છે તે આ વિસ્તારના સૌ માટે આનંદની વાત છે.
આઈ.સી.યુ., આઈ સી સી યુ અને વેન્ટીલેટર જેવી અદ્યતન સુવિધાયુક્ત 75 બેડની આ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બ્લડ બેંક, સેંટ્રલ મોનિટરીંગ સિસ્ટમ, સેંટ્રલ ઑક્સીજન સિસ્ટમ, ડીજીટલ એક્સ રે અને 4 ડી સોનોગ્રાફી જેવી તમામ આધુનિક લાઇફ સેવિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે. કીડની- પથરી- પ્રોસ્ટેટ અને ઓર્થોપેડીક ઑપરેશનો માટે લેટેસ્ટ 9 ઈંચ હાઈ ફ્રીક્વન્સી આઈ. આઈ. ટીવી ની સુવિધાથી માંડીને કેન્સરની સર્જરી કરી શકાય તેવાં તમામ આધુનિક ઉપકરણોથી સજ્જ ચાર ઑપરેશન થિયેટરથી આ મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ સજ્જ છે.
અઢાર વર્ષનો અનુભવી અને શિસ્તબદ્ધ ક્વોલિફાઈડ સ્ટાફ આ હૉસ્પિટલનું જમા પાસું છે. મહેસાણા જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લા અને છેક રાજસ્થાન સુધીનાં દર્દીઓ આ મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. મુખ્યમંત્રી અમૃતમ ( મા ) યોજના ઉપરાંત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના, ચિરંજીવી યોજના અને બાળ સખા યોજના જેવી યોજનાઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકેલ આ મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ વધુ ને વધુ દર્દીઓ સુધી સેવાઓ આપવા પ્રતિબદ્ધ છે