અમારા વિષે...
વિઝન અને મિશન :
"સમાજના તમામ વર્ગના લોકોને પોસાય તેવી ગુણવત્તાસભર અને અત્યાધુનિક મેડીકલ સારવાર સૌને આપવી."
અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ અમદાવાદથી 120 કિ. મી.ના અંતરે ઉત્તર ગુજરાતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં અરવલ્લીના ખોળે આવેલા ખેરાલુમાં આવેલી છે. આ વિસ્તાર મહદંશે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. મોટા ભાગના લોકો મર્યાદિત આવકવાળા અને સામાજિક અને શૈક્ષણિક રીતે હજુ પાછળ છે. ગરીબી રેખા નીચે જીવતા અને પર્વતીય વિસ્તારમાં રહેતાં લોકો અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો નિયમિત લાભ લઈ રહ્યા છે. ઓછા અને નિયત કરેલા ખર્ચમાં તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર મળી રહે તે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ છે. 1994માં ફક્ત 4 બેડની પ્રાથમિક સુવિધાથી શરૂ કરાયેલું એક પ્રસૂતિ નર્સિંગ હોમ 18 વર્ષ પછી એક મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો ઈતિહાસ વર્ષે 3000 થી પણ વધુ સુરક્ષિત પ્રસૂતિઓ અને કુલ 45000 થી પણ વધુ પ્રસૂતિઓથી સુશોભિત છે. છેલ્લી 15000 પ્રસૂતિઓમાં એક પણ માતૃમરણ ન થયું હોય તે ઉપલબ્ધી સૌ કોઈ માટે ગૌરવ સમાન છે. નવજાત શિશુમરણ દર પણ છેલ્લા ચાર વર્ષથી સતત 20 થી પણ નીચે રહ્યો છે તે આ હૉસ્પિટલમાં અપાતી ઉત્તમ પ્રકારની સેવાની શાખ પૂરે છે. અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં કાર્યરત ડૉક્ટરો અને પેરામેડીકલ સ્ટાફનાં ટીમવર્ક, કુનેહ, આવડત, નિષ્ઠા, અનુભવ અને માનવતાસભર સારવાર વિના આ સ્વપ્ન ક્યારેય સાકર ના થયું હોત !.