રાષ્ટ્રીય સ્વાસ્થય બીમા યોજના ( આર એસ બી વાય )

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના એ ભારત સરકારની આગવી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ છે, જેમાં 3000 સુધીની નિયત કરેલી હૉસ્પિટલોમાં મેડીકલ સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટે જ છે, જેમાં ઘરના મુખ્ય માણસ અને તેના ઉપર નિર્ભર અન્ય ચાર વ્યક્તિ એમ કુલ મળી પાંચ વ્યક્તિઓની સારવાર વિના મૂલ્યે થઈ શકે છે. આ યોજનામાં મેડીકલ સારવારથી માંડી સર્જીકલ સારવાર સુધીની તમામ સેવાઓ વિના મૂલ્યે અપાય છે.
અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ આ યોજના સાથે શરૂઆતથી જ જોડાયેલી છે, અને અત્યાર સુધીમાં 2000 થી પણ વધુ દર્દીઓને ઈંડોર દર્દી તરીકે અને 10000 થી પણ વધુ દર્દીઓને બહારના દર્દી તરીકે સેવાઓ આપી ચૂકી છે. ઉત્તર ગુજરાતના છેવાડાના વિસ્તારના લોકે આ સેવાનો લાભ આ હૉસ્પિટલમાંથી લઈ રહ્યા છે.