એમ્બ્યુલન્સ સેવાઓ

અંતરિયાળ વિસ્તારમાંથી દર્દીને હૉસ્પિટલ સુધી લાવવાની સમસ્યા સૌથી મોટી છે. નાના ગામડામાં સમયસર વાહન ન મળવાથી ઈમરજન્સી સારવાર લેવામાં મોડા પડાતાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ દર્દીને ઘરેથી આવવા માટે નજીવા દરે 24 કલાકની સુવિધા પૂરી પાડે છે. 2006 ની સાલથી શરૂ કરાયેલી આ સેવા આ વિસ્તારના દૂર દૂર સુધી વસતા લોકો માટે આશીર્વાદરૂપ છે. ફક્ત 100 રૂ માં કોઈપણ સ્થળેથી હૉસ્પિટલમાં લાવવાની સેવા અદભૂત છે. વર્ષે લગભગ 3000 થી પણ વધુ લાભાર્થીઓ આ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે.