પૂછો ડોક્ટરને....
English

હોસ્પિટલની સેવાઓ

બ્લડ સ્ટોરેજ સેન્ટર

માતૃમરણ આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. સગર્ભાવસ્થામાં પ્રસૂતિ સમયે થતા આકસ્મિક રક્તસ્રાવને લીધે મરતી માતાઓ વિશ્વમાં થતા માતૃમરણના કારણોમાં અગ્રેસર છે. આવી ઘટના વખતે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું હૉસ્પિટલના કેમ્પસમાં જ હોવું તે એક આશીર્વાદ છે. સારવારને સ્થળે જ બ્લડ મળી રહેવાથી અમૂલ્ય સમયની બચત થાય છે, અને તેનાથી અસંખ્ય માનવીના જીવનને બચાવી શકાય છે.

2009 ની સાલમાં અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં આવનાર સગર્ભા બહેનો પૈકી દરેક ત્રીજી માતા માં લોહીનું પ્રમાણ 8 ટકાથી ઓછું હતું . આ સાલમાં જેમની પ્રસૂતિ થઈ તેવી દર ત્રીજી મહિલાને લોહી ચડાવવાની જરૂર પડી તે જ બતાવે છે કે સગર્ભા માતાઓની હાલત કેટલે અંશે જોખમી રહી !

નાના શહેરોની હૉસ્પિટલમાં એક પણ સગર્ભા તપાસ કરાવ્યા વગર છેલ્લે દિવસે ઈમરજન્સીમાં પ્રસૂતિ માટે દાખલ થનાર માતાઓની સંખ્યા આજે પણ ઓછી નથી. અને જે માતાઓમાં પહેલેથી જ લોહીનું પ્રમાણ ઓછું છે તેમને પ્રસૂતિ સમયે રક્તસ્રાવ થવાની સંભાવના પણ વધુ રહે છે. આવા સમયે હોસ્પિટલમાં જ બ્લ્ડ સ્ટોરેજ સેન્ટર હોવાથી અસંખ્ય માતૃમરણ બચાવી શકાયાં છે.

મહેસાણા જેસિસ વોલન્ટરી બ્લડ બેંક તરફથી અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલને ટેસ્ટ કરેલું હોલ બ્લડ અને પી.સી.વી. પૂરાં પાડવામાં આવે છે. અમારી આ મધર બ્લડ બેંકમાં પૂરતા પ્રમાણમાં બ્લડનો સ્ટોક રહે તે માટે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ પણ અવારનવાર સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું આયોજન કરે છે.

— Latest Testimonials

Choose your Style

Predefined Colors:

* You can use Unlimited Colors

Background Patterns:

* Only for Boxed Layout

Top Row Patterns:

* Only for Boxed Layout

Background Images:

  • Background Image 1
  • Background Image 2
  • Background Image 3
  • Background Image 4
  • Background Image 5
  • Background Image 6
  • Background Image 7
  • Background Image 8
* Only for Boxed Layout