આપાતકાલીન પ્રસૂતિ સંબંધિત સેવાઓ

વર્ષોની સાતત્યપૂર્ણ ગુણવતાસભર સેવાઓથી અલકા હૉસ્પિટલે આ વિસ્તારના લોકોનો વિશ્વાસ અને દીલ જીતી લીધાં છે. અનુભવી ગાયનેકોલોજીસ્ટ અને બાળ રોગ નિષ્ણાતની દેખરેખ, સમર્પિત, ક્વોલીફાઈડ અને નિષ્ઠાવાન સહયોગી સ્ટાફ, આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રસુતિ કક્ષ અને ચાર ઑપરેશન થિયેટર, નવજાત ઘનિષ્ઠ સારવાર વિભાગ, બ્લડ સ્ટોરેજ સેન્ટર , લેબોરેટરી સેવાઓ, એમ્બ્યુલન્સ સેવાઓ, સેન્ટ્રલઑક્સિજન સપ્લાય સિસ્ટમ અને સેન્ટ્રલ મૉનિટરીંગ સિસ્ટમ વિગેરે આ હૉસ્પિટલની સેવાઓના મુખ્ય આધાર સ્તંભો છે.
હૉસ્પિટલની અંદર જ બ્લડ સ્ટોરેજ સેન્ટર હોવાથી ઈમરજન્સીના સમયે તાત્કાલીક બ્લડ મેળવી શકાય છે અને વધુ પડતા ખૂન વહી જવાથી ઉભી થતી સમસ્યાઓમાં માનવજીવન બચાવી શકાય છે. માનવ જીવન અમૂલ્ય છે. તેની કોઈપણ ભોગે માવજત કરી જીવનને સુરક્ષા આપવી તે આ હૉસ્પિટલની પાયાની બાબત છે.