ઘનિષ્ઠ નવજાત શિશુ સારવાર

આ વિભાગ દર વર્ષે અંદાજે 600 થી વધુ બાળકોને ઈમરજન્સી સારવાર આપીને નવું જીવન આપે છે. અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલનો નવજાત શિશુ મરણ દર છેલ્લ ચાર વર્ષોથી દર 1000 જિવિત જન્મે 20 થી પણ ઓછો છે જે ગુજરાતના 60 ના પ્રસ્તુત દર કરતાં ઘણો જ ઓછો છે.
ગંભીર નવજાત શિશુની સારવારમાં ઘણા ગરીબ પરિવારોને મોટા ખર્ચ કરવા પડે છે. આવા ખર્ચ ન કરવા સક્ષમ પરિવારોના બાળકોને પણ ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે અલકા મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં ઉપલબ્ધ નવજાત શિશુ સારવાર વિભાગ ફક્ત 1500 રૂ માં જેટલા દિવસ સારવારની જરૂર પડે તેટલા દિવસની સારવાર પૂરી પાડે છે.
બી પી એલ પરિવારના બાળકોની દવા સુધીની તમામ સારવાર બાળ સખા યોજના અંતર્ગત સંપૂર્ણ પણે વિના મૂલ્યે થાય છે. બાળ મરણ ઘટાડવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી આ ગુજરાત રાજ્ય સરકારની યોજના ખૂબ જ અસરકારક રીતે કાર્ય કરી રહી છે.