સંપૂર્ણ સુરક્ષા કાર્ડ

સંપૂર્ણ સુરક્ષા કાર્ડ : અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલની ગૌરવવંતી યોજના
માનવ જીવન અમૂલ્ય છે. ગરીબમાં ગરીમ પિતાને પણ તેની દીકરી એટલી જ વહાલી છે જેટલી અમીરને ! સામ્પ્રત સમાજને વિભાજિત કરનાર એક વરવું સત્ય છે માણસની આર્થિકતા ! વિશ્વના છેલ્લે ખૂણે મરનાર એ જીવન પાછળની વરવી વાસ્તવિકતા તો પૈસો જ છે. આજે પણ વિકસતા દેશોમાં મરતા માનવો પાછળ વ્યવસ્થાના અભાવ કરતાં નાણાંનો અભાવ વધુ જવાબદાર છે.
ઘરના માણસને બચાવવા જતાં જિંદગીના રોટલા રળી આપતી જમીનનો વેચાયેલો કે ગીરવી મૂકેલો ટુકડો ગરીબ માણસને ક્યારેય નસીબ નથી થતો ! મોટી હૉસ્પિટલનું મોટુ મસ બિલ ભર્યા પછી ઘરે ગયેલા માનવીને દા’ડા કાઢવાની કઠણાઈ ઓછી નથી હોતી !
પૈસાના અભાવે કોઈનો જીવ જાય તે અત્યંત દુ:ખજનક છે. આપ્ણી પાસે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ જેમાં સામાન્ય માણસને પણ ગુણવતાસભર આરોગ્ય સેવાઓ મળે ! અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલનું એ વિઝન અને મિશન છે કે સમાજના તમામ વર્ગના લોકોને પોસાય તેવી ગુણવત્તાસભર અને અત્યાધુનિક મેડીકલ સારવાર આપવી.
માનવને માનવ થઈને પડખે રહેવાની વિચારધારાને લઈને “ સંપૂર્ણૅ સુરક્ષા કાર્ડનો” જન્મ થયો. સગર્ભા માતાની નવે નવ માસની સંપૂર્ણ કાળજી લઈને કોઈપણ પ્રકારે થતી પ્રસૂતિ ( સિઝેરિયન ઑપરેશન સુધી ) ને ફક્ત 1500 રૂ જેટલી નજીવી કિંમતમાં સાકાર કરતી આ અનોખી યોજના અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલની ગૌરવવંતી યોજના છે. પ્રેગ્નન્સી રહે ત્યારથી પ્રસૂતિ થાય ત્યાં સુધી અને ત્યારબાદના એક માસ સુધીની તમામ મેડીકલ સેવાઓ જેવી કે તમામ કન્સલ્ટીંગ , સોનોગ્રાફી તથા કલર ડૉપ્લર તપાસ, ધનુરની રસી, ગર્ભસ્થ શિશુની વિશેષ તપાસ ( NST, AST ) , તમામ પ્રકારની પ્રસૂતિ ( નોર્મલ ડીલીવરી, ટાંકાવાળી ડીલીવેરી, ફોરસેપ્સ અને વેક્યુમ ડીલીવરી, સિઝેરિયન ઑપરેશન, પ્રસૂતિ વખતે હૉસ્પિટલમાં રોકાણ, કુટુંબ નિયોજન ઑપરેશન, પ્રસૂતિ બાદ એક માસ સુધીની તપાસ જેવી અનેક સુવિધાઓ સંપૂર્ણ સુરક્ષા કાર્ડની સેવાઓમાં સમાવિષ્ટ છે.
“ સંપૂર્ણ સુરક્ષા કાર્ડ ” ની યોજના વૈચારિક સેતુઓ :
૧. | સૌને પોસાય તેવી નિયત કરેલી રકમમાં પ્રસૂતિ વિષયક તમામ સારવાર આપવી. |
૨. | પ્રસૂતિ વખતે ઊભા થનાર મોટા ભાગના જોખમો કુદરતી છે ( દા. ત. : બાળકનું આડુ6 કે ઊંધું હોવું ) , તેના માટે થઈને દર્દીને વધારાનો ખર્ચ ના થવો જોઈએ. |
૩. | સિઝેરિયન ઓપરેશન એ પ્રસૂતિ કરાવવાનો એક વૈકલ્પિક માર્ગ છે. તે એટલું બધું ખર્ચાળ ના હોવું જોઈએ કે સામાન્ય માણસને પરવડે જ નહીં ! |
૪. | સારવારનો ખર્ચ પહેલેથી જ નક્કી હોય તો સમયસર આયોજન થાય, અને વદ્શારાનો કોઈ જ ખર્ચ થવાનો જ નથી એની કેટલી નિરાંત !!! |
“ સંપૂર્ણ સુરક્ષા કાર્ડ ” ની યોજનાના મૂળભૂત હેતુઓ :
૧. | સગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયનાં જોખમી પરિબળોને અગાઉથી જ ઓળખી લેવાં અને તેમની સારવાર કરવાની આગોતરી તૈયારી કરી લેવી. |
૨. | જોખમી સગર્ભા બહેનોને પુરતી કાળજી લઈ પ્રસૂતિ સમયે ઓછા જોખમી ગૃપમાં લાવી દેવા. |
૩. | સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવું. |
૪. | ઓછા અને નિયત ખર્ચમાં પ્રસૂતિ વિષયક તમામ સારવાર આપીને ઘરમાં સ્ત્રી આરોગ્યને પ્રાધાન્ય મળે તેવું વાતાવરણ સર્જવું. |
“ સંપૂર્ણ સુરક્ષા કાર્ડ ” ની સેવાઓ :
૧. | અગણિત સગર્ભા તપાસ : રેગ્યુલર કે ઈમરજન્સી... ગમે તેટલી વાર : જ્યારે જરૂર લાગે ત્યારે !!! |
૨. | દાખલ થવાની સારવાર...ગમે તેટલી વાર : જ્યારે જરૂર લાગે ત્યારે !! |
૩. | સોનોગ્રાફી તપાસ : ડોક્ટરને જરૂર લાગે ત્યારે અને દર્દીને જરૂર લાગે ત્યારે પણ! |
૪. | કલર ડોપ્લર તપાસ : ડોક્ટરને જરૂર લાગે ત્યારે ! જોખમી દર્દીઓમાં વારંવાર ! |
૫. | ગર્ભસ્થ શિશુની વિશેષ તપાસ : ( NST, AST ) |
૬. | સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયના મુખે ટાંકો લેવાની જરૂર પડે તો તે પણ ! |
૭. | ધનુરની રસી : ત્રણ વાર ... |
૮. | વધુ જોખમી કે ઓછી જોખમી પ્રસૂતિ , કોઈ જ વધારાના ચાર્જ વગર !! |
૯. | કોઈપણ પ્રકારે પ્રસૂતિ : નોર્મલ, વેક્યુમ, ફોરસેપ્સ : નો એક્સ્ટ્રા ચાર્જ !! |
૧૦. | સિઝેરિયન ઑપરેશન : ડોક્ટરને જરૂર લાગે તો, અને દર્દીની વિનંતિ હોય તો પણ !! |
૧૧. | એક દિવસનું રોકાણ નોર્મલ ડીલીવરીમાં અને ત્રણ દિવસનું રોકાણ સિઝેરિયન ઑપરેશનમાં ...વિના મૂલ્યે ! |
૧૨. | કુટુંબનિયોજનનું ઓપરેશન : પ્રસૂતિના દોઢ માસ સુધીમાં ! |
૧૩. | પ્રસૂતિ બાદ એક માસ સુધીની તપાસ ..... |
“ સંપૂર્ણ સુરક્ષા કાર્ડ ” નું મૂલ્ય : ફક્ત 2500 રૂ !! ખાસ નોંધ :
૧. | 2004 થી શરૂ કરાયેલા સંપૂર્ણ સુરક્ષા કાર્ડનું મૂલ્ય 2012 સુધી રૂ 1500 જ રખાયું હતું !!! 2013 થી જ તેના ચાર્જીસ રીવાઈઝ કરીને રૂ 2500 કરાયા છે. |
૨. | ઉપરોક્ત ચાર્જ ફક્ત સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી સંભાળ પેટે જ લેવાય છે. સંપૂર્ણ સુરક્ષા કાર્ડ લઈ નિયમિત સારવાર લેનાર દર્દીની પ્રસૂતિની સેવાઓ વિના મૂલ્યે જ આપવામાં આવે છે. |
૩. | કોઈપણ સંજોગોને લીધે દર્દીની પ્રસૂતિ અન્ય કોઈપણ જગ્યાએ કરાવવાની થાય તો પ્રસૂતિ બાદ સંપૂર્ણ સુરક્ષા કાર્ડ પેટે લીધેલી રકમની અડધી રકમ પરત આપવામાં આવે છે. |
“ સંપૂર્ણ સુરક્ષા કાર્ડ ” માં નીચેની સેવાઓનો સમાવેશ નથી :
- દવાઓ અને પ્રસૂતિમાં વપરાતી અન્ય વસ્તુઓના ખર્ચ
- બ્લડ બેંકના ખર્ચ
- એનેસ્થેસિયાના ખર્ચ
- સ્પેશિયલ રૂમના ખર્ચ
- વધારે દિવસ રોકાવાના ખર્ચ
- અન્ય કોઈ ડૉક્ટરની સેવાઓના ખર્ચ
ખાસ જાહેરાત :
સગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન, તમામ જરૂરી કાળજી લેવા છતાં ક્યારેક અનિચ્છનિય ઘટનાઓ જેવી કે આકસ્મિક કસુવાવડ, બાળકના વિકાસનું અટકી જવું, બાળકમાં કુદરતી ખોડખાંપણ આવવી, મેલીનું નીચે હોવું કે તેનું આકસ્મિક રીતે છૂટું પડવું, ગર્ભસ્થ શિશુનું આકસ્મિક મૃત્યુ થવું, ગર્ભજળનું વધારે કે ઓછું થવું, અધુરા માસે કસુવાવડ થવી કે અન્ય અકથિત તકલીફો થવી ...વિગેરે સંપૂર્ણ સુરક્ષા કાર્ડલેનાર દર્દીને પણ થઈ શકે છે. |